જેની ચિંતા હતી તે જ પરિસ્થિતિ વધુ આકરી બની રહી છે. ગુજરાત સૌથી વધુ કોરોના પૉઝિટીવ ધરાવતા રાજ્ય તરીકે ત્રીજા ક્રમાંકે છે પણ આજે અમદાવાદ શહેરમાંથી એક લિસ્ટ વાઇરલ થયું છે જેમાં ઓછામાં ઓછા સો જેટલા ડૉક્ટર્સનાં નામ છે જેમને કોરોના પૉઝિટીવ આવ્યો છે. ફ્રન્ટ લાઇન વૉરિયર્સ એવા આ ડૉક્ટરો હવે આ વાઇરસની સામેની જંગમાં ડૉક્ટર નહીં પણ દર્દી બનીને લડી રહ્યા છે ત્યારે ખરેખર ચિંતા વધી જાય તે સ્વાભાવિક છે. 40 જેટલા ડૉક્ટર્સ ખાનગી હૉસ્પિટલમાં કાર્યરત છે જેમને કોરોના પૉઝિટીવ આવ્યો છે.ઓર્થોપેડિક ડૉક્ટર આદિત્ય ઉપાધ્યાય, ડૉ, રમેશ પટેલ, ડૉ.એમ એ એન્સારી અને ડૉ. કમલેશ ટેલરનું કોરનાને કારણે મોત થઇ ચૂક્યું છે.આ લિસ્ટે બે દિવસ પહેલાંનું છે જેમાં બધા ડૉક્ટર્સનાં નામ નથી એમ કહેવાય છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશને હાઇકોર્ટમાં અરજી કરી છે જેથી કોરોનાનાં ટેસ્ટની પ્રક્રિયા ઝડપી થઇ શકે. જો કે હાઇકોર્ટનાં ઓર્ડર બાદ પણ સરકારે કોઇપણ પગલાં લીધા નથી. સોશ્યલ મીડિયામાં ખઆનગી અને સરકારી હૉસ્પિટલનાં ડૉક્ટર્સ જેમને આ વાઇરસનું સંક્રમણ થયું છે તેની યાદી ફરવા માંડી છે અને હવે ડૉક્ટર્સમાં ગભરામણ ફેલાઇ ચૂકી છે. ગુજરાત મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ કરવામાં ચૌદમા નંબરે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ હોવા છતાં પણ મૃત્યુ દર ગુજરાતમાં વધારે છે.

Contribute Your Support by Sharing this News: