બીજા સાથે સમાચાર શેર કરો.

કોરોના વાયરસના મુદ્દે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સમાં નવા આંકડા જાહેર કર્યા છે. જેમાં.

કોરોના વાયરસ (Corona virus) ના મુદ્દે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સમાં નવા આંકડા જાહેર કર્યા છે. જેમાં ગુજરાત (Gujarat corona) માં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. લેટેસ્ટ રિપોર્ટમાં 2 સુરતના અને 2 ગાંધીનગરના નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદની બી.જે મેડિકલમાં 52 કેસ લેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં જે બે કેસ પોઝિટિવ આવ્યા છે, તેઓ દુબઈ ફરવા ગયેલા લોકોના કોન્ટેક્ટમાં આવ્યા હતા તેવા કેસ છે. હાલ એરપોર્ટથી આવ્યા હોય તેવા 20 હજાર લોકોની સંખ્યા છે, તો પાસપોર્ટને આધારે 27 હજાર લોકો આવ્યા હોવાની વાત છે. 104 પર ફોન આવે છે કે એવા કેસોના પણ સર્વે કરાયા છે.

  • ગુજરાતમાં કોરોના પોઝિટિવ – 33 કેસ
  • અમદાવાદમાં – 13 કેસ
  • ગાંધીનગર, સુરત, વડોદરા તમામ શહેરોમાં 6 કેસ
  • કચ્છ અને રાજકોટમાં 1-1 કેસ
  • મોતનો આંકડો- 01

બીજા સાથે સમાચાર શેર કરો.