ગરવીતાકાત.અમદાવાદઃ કોરોનાને કારણે અનેક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સંક્રમિત થયા પરંતુ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી ડો. મહેશ નાયકનું શુક્રવારની રાત્રે કોરોનાની સારવાર દરમિયાન અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં નિધન થયું હતું. કોરોનાની સામે જીંદગીની જંગ હારી જનાર ડો. મહેશ નાયક એવા પહેલા આઈપીએસ અધિકારી છે.અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સુપ્રિટેન્ડેટ તરીકે ફરજ બજાવતા ડો. મહેશ નાયકને છ મહિના પહેલા જ ડીઆઈજી તરીકેની બઢતી મળતાં વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી તરીકે મુકવામાં આવ્યા હતા. વ્યવસાયે મેડિકલ પ્રેક્ટીસનર રહી ચુકેલા ડો. મહેશ નાયક ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષામાં ઉતિર્ણ થઈ ગુજરાત પોલીસ સેવાનો હિસ્સો બન્યા હતા. એસપી તરીકે તેમણે સુરત તથા તાપી સહિત અનેક જિલ્લાઓમાં ફરજ બચાવી છે. હાલમાં તેઓ વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી હતા, પરંતુ તેમની તબીયત નાદુરસ્ત થતાં તેઓ પોતના પરિવાર પાસે અમદાવાદ પાછા ફર્યા હતા.તેમની નાદુરસ્ત તબીયતને કારણે તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ માલુમ પડ્યા હતા. આથી તેમને સારવાર અર્થે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે મેડિકલ સાયન્સ કુદરત સામે હારી ગયું અને શુક્રવારની રાત્રે ડો. મહેશ નાયકે અંતિમ શ્વાસ લીધા. તેઓ તેમની પાછળ પુત્ર ધ્રુવ અને પુત્રી અસ્મિતા અને તેમની પત્નીને વિલાપ કરતાં મુકી ગયા છે. ડો. મહેશ નાયકના નિધનને લઈ ગુજરાતની જેલોના વડા એડી. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડો. કે એલ એન રાવ સહિત જેલ અધિકારીઓએ શોક વ્યક્ત કર્યો છે.
Contribute Your Support by Sharing this News: