ગરમ હવામાનના કારણે ભારતીયોમાં રોગ પ્રતિકાર ક્ષમતા સારી, આશા છે કે તેઓ મહામારીને હરાવી દેશે WHO

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોનાની મહામારીનું સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યું છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોના વાઈરસની મહામારીમાં ભારતના પ્રયોસોના વખામ કર્યા છે. ડબલ્યુએચઓના વિશેષ પ્રતિનિધિ ડો, ડેવિડ નવારોએ એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કોવિડ-19 સામે દેશમાં ચાલી રહેલા લોકડાઉનનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે યુરોપ અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં કોરોનાને ગંભીરતાથી લેવામાં ન આવ્યો, ત્યારે ભારતમાં તેના પર ઝડપથી કામ થયું. તેમણે કહ્યું કે ભારતમાં ગરમ મોસમ અને મેલેરિયાના કારણે ભારતના લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા સારી છે. અમે આશા રાખીએ છીએ કે તેઓનું શરીર કોરોનાને હરાવી દેશે. ડો નવારોએ મેલેરિયા અને બીસીજી જેવી રસીથી બીમારીની અસર ઓછી થવા જેવા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા.ડો. નવારોએ કોરોનાનો સામનો કરવા માટે મોદી સરકારે ભરેલા પગલાના વખાણ કર્યા. લોકડાઉનના કારણે લોકોને પડતી મુશ્કેલી અંગે તેમણે કહ્યું કે તકલીફ જેટલી વધારે હશે, તેટલુ ઝડપથી પરિણામ મળશે.

શેર કરવા અહીં ક્લિક કરો.