કોરોના વાયરસને લઈ નિમય તોડનાર સામે સરકાર વધુ કડક, ૬ મહિનાની જેલ થઈ શકે  

શેર કરવા અહીં ક્લિક કરો.
કોરોના વાયરસ
કોરોના વાયરસને લઈ સરકાર હવે વધુ કડક થઈ છે. કાયદાની ઐસીતૈસી કરીને હોમ ક્વોરેન્ટાઈના નિયમનો ભંગ કરનાર લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અંતર્ગત ૬ મહિનાની જેલ અને દંડ બંને થઈ શકે છે.સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, સરકાર દ્વારા આપવામાં આવેલા દિશા સુચનો, નિર્દેશો, ,સલાહો અને સુરક્ષાનું કડકાઈથી પાલન કરે.
સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે અમે રાજ્ય સરકારને કાયદાનું કડક પાલન કરાવવાનો અધિકાર આપ્યો છે. જેથી લોકો હોમ ક્વોરેન્ટાઈનના નિયમને તોડે નહિ અને બિમારી ના ફેલાય. તેઓએ કહ્યું કે બિમારીના સંક્રમણને રોકવા માટે હોમ ક્વોરેન્ટાઈનનું ધ્યાન રાખી સામાજિક સંતુલન યથાવત રાખવું ખૂબ જરૂરી છે. મહામારી રોગ અધિનિયમની કલમ ૧૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૧૦ અનુસાર રાજ્યોને અધિકાર આપવામાં આવ્યો છે કે, નિયમનો ભંગ કરનાર પર દંડાત્મક કાર્યવાહી અંતર્ગત ૬ મહિનાની જેલ અથવા ૧૦૦૦ રૂપિયાનો દંડ લગાવી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ફરી એક વાર રાજ્યોને આ નિયમોને લાગુ કરવા કહ્યું છે. જ્યારે આ કાયદાના કડક નિયમોને કેન્દ્ર સરકાર પહેલથી જ લાગુ કરી ચુકી છે. તાજેતરમાં જ એવા કેટલાય કેસ સામે આવ્યા છે કે જેમાં લોકો આઈસોલેશનમાંથી ભાગી રહ્યા છે અને હોમ ક્વોરેંન્ટાઈનનું પાલન કરી રહ્યા નથી.
આરોગ્ય મંત્રાલય અનુસાર શુક્રવાર સુધી દેશમાં કોરોના વાયરસના ૨૨૩ કેસ સામે આવ્યા છે. આ સિવાય જે લોકો પીડિતના સંપર્કમાં આવ્યા છે તેવા ૬,૭૦૦ લોકોનું સખત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જ્યારે અન્ય ૧.૧૨ લાખ લોકો સમાજની નજર હેઠળ છે. ભારતમાં અત્યાર સુધી ૧૫,૦૦૦થી વધુ નમુનાઓના ટેસ્ટ થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, “સામાજિક ગડબડ થઈ છે, કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેથી સામજિક સંચાર કે પ્રસારને રોકવું ઘુણું જરુરી છે.” તેઓએ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રશ્ન પૂછવા માટે ટોલ ફ્રી નંબર ૧૦૭૫નો ઉપયોગ કરો. વધુમાં કહ્યું કે લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓની કોઈ અછત સર્જાશે નહિ. રાજ્યોના કાર્ય કરવાની ક્ષમતા વધારવા કેન્દ્રની ટીમોને રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે
શેર કરવા અહીં ક્લિક કરો.