કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીમાં 20000થી વધુ લોકોના મોત થયા છે. આ બધાની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર મોટો આરોપ મૂકયો છે. ટ્રમ્પનું કહેવું છે કે કોરોના વાયરસના મદ્દા પર WHOએ ચીનનો પક્ષ લીધો છે અને તેને બચાવાની કોશિષ કરી છે.વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે કોરોના વાયરસને લઇ પહેલાં પણ કેટલીય વખત ખતરાની ઘંટડી વાગતી દેખાઇ. પરંતુ WHOએ તેને છુપાવી. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે WHO સતત ચીનનો પક્ષ લઇ રહ્યું છે અને તેને બચાવી રહ્યું છે. જો દુનિયાને પહેલાં તેની માહિતી હોત તો આટલા જીવ ના ગયા હોત.ઉલ્લેખનીય છે કે અમેરિકન કોંગ્રેસમેન ગ્રેગ એ પોતાની એક ટ્વીટમાં WHO પર આરોપ મૂકયો હતો, ત્યારબદ આ પ્રશ્ન ઉભો થયો. હવે અમેરિકન કોંગ્રેસમેનના આરોપોમાં ટ્રમ્પે પણ હામાં હા મિલાવી દીધી છે.આની પહેલાં પણ ટ્રમ્પ કોરોના વાયરસના મુદ્દા પર ચીનને સતત ઘેરતું આવ્યું છે. એટલું જ નહીં તેઓ સતત ચીની વાયરસ જ કહી રહ્યા છે.આપને જણાવી દઇએ કે અમેરિકામાં કોરોના વાયરસના લીધે હાહાકાર મચી ગયો છે. નેશનલ ઇમરજન્સીની જાહેરાત પણ થઇ ચૂકી છે અને અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યારે 67000થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. એવામાં આ સૌથઈ મોટો ખતરો બની ગયો છે.જો દુનિયાભરની વાત કરીએ તો 20000થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂકયા છે. સૌથી વધુ મોત ઇટલીમાં થયા છે. આ સિવાય ઇરાન, ચીન, સ્પેન અને અમેરિકામાં સૌથી વધુ મોત થયા છે.

બીજા સાથે સમાચાર શેર કરો.