હૈદરાબાદ: દેશમાં કોરોનાની જે રીતે રોજ સેંકડો લોકો મૃત્યુ પામે છે તેથી હવે તેનાથી અગ્નિ સંસ્કાર, દફનવિધિનો નવો બીઝનેસ શરુ થઈ ગયો છે અને તેમાં પણ રૂા.30 થી 35000માં પેકેજ આપવામાં આવે છે. એક કંપની દેશના સાત શહેરોમાં પ્રારંભથી અંત સુધીની અંતિમ સંસ્કારની સેવા આપે છે. બેંગ્લોર સ્થિત અંતયેષ્ટી ફયુનરલ સર્વિસ આ શહેર ઉપરાંત ચેન્નઈ, દિલ્હી, જયપુરમાં હાલ આ સેવા આપે છે અને ભવિષ્યમાં વધુ શહેરોમાં તે આપશે. કોઈ વ્યક્તિ હોસ્પીટલ કે ઘરે મૃત્યુ પામે અને જો કોઈ આ સેવા મેળવવા ઈચ્છતુ હોય તો તેને પેકેજ ઓફર કરાય છે. મૃતદેહ ઉપાડવાથી લઈને તેને ધર્મની વિધિ મુજબ બાંધવા પંડિત- અંતિમયાત્રા અગ્નિ સંસ્કાર અને અસ્થિર તેઓને સુપ્રત કરી આપે છે. આ માટે વાહન પંડિત વિ.ની વ્યવસ્થા પણ કરી આપે છે. કંપનીએ ફોન નંબ આપ્યા છે અને કોલકતાની કંપનીએ ઓફર આપી છે. નાણા મળ્યા પછી તેની કામગીરી શરુ કરી છે. આ માટે જરૂર પડે બાદની બેસણાની વિધિ પણ આયોજીત કરી આપે છે.

Contribute Your Support by Sharing this News: