કાશ્મીર: 21 ખૂંખાર આતંકીઓનું ‘હોટ લિસ્ટ’ તૈયાર સેના એન્કાઉન્ટર કરશે આ આતંકવાદીઓનું

ગમ્યું તો આગળ શેર કરો.

કાશ્મીરમાં આતંકીઓની વિરૂદ્ધ સુરક્ષાબળોના ઓપરેશનમાં તેજી આવી ગઇ છે. શુક્રવારના રોજ દક્ષિણ કાશ્મીરના નૌશેરા ગામમાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર (આઇએસજેકે)ના ચીફ દાઉદ અહમ સલાફી અને તેના ત્રણ સાથે આતંકીઓને ઠાર કર્યા બાદ સુરક્ષાબળોની ‘હિટ લિસ્ટ’માં 21 ટોપ ટેરેરિસ્ટ છે. આ અથડામણ વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ થયાના છ દિવસ પહેલાં થઇ. મળતી માહિતી પ્રમાણે દાઉદ જેને સલાફી અને બુરહાનના નામથી પણ ઓળખાતા હતા. તે આઇએસઆઇએસના જમ્મુ-કાશ્મીરનો પ્રમુખ હતો. તેણે પોલીસકર્મીઓ પર કેટલાંક આતંકી હુમલા, હથિયાર છીનવવા, પથ્થરમારા જેવા મામલામાં સામેલ હતો. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગ્યા બાદ આ એન્કાઉન્ટર સુરક્ષાબળોની એક મોટી ઉપલબ્ધિ તરીકે જોવાઇ રહી છે. એક રિપોર્ટ પ્રમાણે સુરક્ષાબળોના સૂત્રોના મતે 21 મોસ્ટ વોન્ટેડ આતંકીઓની વિરૂદ્ધ મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં 11 હિઝબુલ મુઝાહિદ્દી, 7 લશ્કર-એ-તૈયબા, 2 જૈશ-એ-મોહમ્મદ અને 1 અનસર ગજવત ઉલ-હિંદ (એચીએચ)ના આતંકી સામેલ છે. સૂત્રોના મતે હજુ સુરક્ષાબળોનું મુખ્ય ધ્યાન એ 21 આતંકીઓની વિરુદ્ધ ગુપ્ત માહિતીઓ એકત્ર કરવા અને ઓપરેશન ચલાવા પર છે, જેમાં 6 ને ‘A++’ની ઉચ્ચતમ શ્રેણીમાં રખાયા છે. સૂત્રે કહ્યું કે જો આ 21 આતંકીઓ ઠાર થઇ જાય તો ઘાટીમાં સ્થિતિ ખૂબ જ સુધરશે અને આતંકીઓનું મનોબળ પણ તૂટી જશે.જે છ આતંકીઓને A++ની કેટેગરીમાં મૂકાયા છે તેમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો રિયાઝ અહમદ નાયક (ઘાટીમાં ચીફ ઓપરેશનલ કમાન્ડર), અલ્તાફ અહમદ ડાર (ડિવીઝન, દક્ષિણ કાશ્મીર), અમર મજીક ગની (કુલગામના હવુરાના રહેવાસી), અને જીનત-ઉલ-ઇસ્લામ (શોપિયાં, સુગન) સામેલ છે, જ્યારે બે અન્યમાં લશ્કરના મુસ્તાક અહમદ મીર (શોપિયાં, ચલ ચોલનનો રહેવાસી), જ્યારે એજીએચનો કમાન્ડર ઝકીર રશીદ ભટ (ત્રાલ નિવાસી). હિટ લિસ્ટમાં સામેલ લશ્કરના ત્રણ અન્ય આતંકી પાકિસ્તાનથી છે. તેમનું નામ અબુ મુસ્લિમ, અબુ ઝરગામ અને મોહમ્મદ નવીદ જદ. તેમને A+ કેટેગરીમાં રખાયા છે.હિઝબુલના અન્ય આતંકી મોહમ્મદ અશરફ ખન (કોકેરનાગ, અનંતનાગ), મોહમ્મદ અબ્બાસ શેખ (કૈમુહ, કુલગામ), સૈફુલ્લાહ મીર (મલંગપુર, પુલવામા), લતીફ અહમદ ડાર (ડોગીરપુર, અવંતીપુર), ઉમર ફયાજ લોન (ત્રાલ), મનન વાની (કુપવાડાનો રહેવાસી, એએમયુ રિસર્ચ સ્કોલર), ઔશ્ર જુનૈદ અશરફ સહરઇ (તહેરીક એ હુર્રિયતના પ્રમુખ અશરફ સહરાઇનો દીકરો). જ્યારે લશ્કર-એતૈયબાના બીજા આતંકીઓમાં આઝાદ અહમદ મસલિક (મલિકપુર, અનંતનાગ), શકુર અહમદ ડાર (તેંગપુરા, કુલગામ), રિયાઝ અહમદ ડાર (પુલવામા) સામેલ છે. જૈશ એ મોહમ્મદના બે બીજા આતંકીઓમાં જહીદ અહમદ વની (કરીમાબાદ, પુલવામા) અને મુદાસિર અહમદ ખાન (મીદપુર, અવંતીપુર) સામેલ છે.

ગમ્યું તો આગળ શેર કરો.