કાંકરેજ તાલુકામાં શિહોરી રતનપુરા રોડ પર ટ્રેઇલર અને જીપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ના મોત

ગમ્યું તો આગળ શેર કરો.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શિહોરી રતનપુરા રોડ પર ટ્રેઇલર અને જીપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ના મોત થયા છે. જીપ ડાલા વાળા રોડ  પાસે પંક્ચર કરી રહ્યા હતા ત્યારે પાસેથી પસાર થઇ રહેલા ટ્રેઇલર ચાલકે સ્ટેરીગ ઉપરથી કાબુ ગુમાવતા સર્જાયો હતો.શિહોરી-રતનપુરા રોડ પર વહેલી સવારે 6 વાગ્યા આસપાસ ટ્રેઇલર અને જીપ ડાલા વચ્ચે અકસ્માત થતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. મૃતકો હારીજ તાલુકાના કાઠી કાતરાના રાવળ યોગી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ક્રેનની મદદથી જીપ ડાલુ હટાવી ટ્રાફિક ખુલ્લું કરવામાં આવ્યું હતું. બંને મૃતદેહને પી.એમ.માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો