કર્ણાટકમાં મોદી-શાહની ચાણક્ય નિતિ ફેઇલ, અઢી દિવસમાં યેદ્દીનું રાજીનામુ….?

ગમ્યું તો આગળ શેર કરો.

કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઇ વાળાની દયાથી ભાજપાના બની બેઠેલા મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ અંતે બહુમતી પુરવાર કરતાં પહેલાં પોતાનું રાજીનામું આપી દીધું હતું.
સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે કર્ણાટક વિધાનસભામાં આજે વિશ્વાસનો મત લેવાનો હતો પરંતું ભાજપ પાસે પુરતું સંખ્યબળ ન હોવાને કારણે મોદી-શાહ સહિત ભાજપે હાર માની વધુ નામોશીથી બચવા મુખ્યમંત્રી યેદીયુરપ્પાને રાજીનામું આપી દેવાનો આદેશ આપ્યો હતો આમ, ભાજપા વતી મુખ્યમંત્રીપદના શપથ લેનારા યેદીયુરપ્પા માત્ર અઢી દિવસ માટે જ મુખ્યમંત્રીપદ ભોગવી શક્યા છે.

ગમ્યું તો આગળ શેર કરો.