એરપોર્ટના VIP લોન્જમાં PUBG રમતા જોવા મળ્યા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ
મંગળવારે રાતે ટીમ ઇન્ડિયા પોતાના વર્લ્ડ કપ મિશન માટે મુંબઇથી ઇંગ્લેન્ડ જવા માટે રવાના થઇ હતી.
30 મેથી શરૂ થનારા ક્રિકેટ મહાકુંભમાં ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપની જીત માટેના સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. વર્લ્ડકપ રમવા જતા પહેલા એરપોર્ટના VIP લોન્જમાં જ્યારે ટીમ રિલેક્સ મૂડમાં હતી ત્યારે ટીમમાં મોટાભાગના ખિલાડીઓ PUBG ગેમ રમી રહ્યા હતા.

BCCIએ પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ખેલાડીઓની કેટલીક ફોટોઝ પોસ્ટ કરી હતી જેમાં યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, એમ.એસ. ધોની અને ભુવનેશ્વર કુમાર ઇન્ટરનેટ પર લોકપ્રિય ગેમ PUBG રમતા જોવા મળ્યા હતા. આ ફોટોઝમાં મોહમ્મદ શમીના ટેબ્લેટની સ્ક્રીન પર સ્પષ્ટ જોઇ શકાય છે જેમાં PUBG ગેમની ફૂટેજ કેપ્ટર થઇ ગઇ હતી. તો આવી જ એક એન્ય તસવીરમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ પોતાના મોબાઈલમાં આ ગેમ રમતો જોઈ શકાય છે. જ્યારે ધોની પણ પોતાના ટેબ્લેટમાં ગેમ રમતો હોય તેવા ફોકસ સાથે જોઇ રહ્યો હોય તેવુ જોવા મળે છે.

આ ઉપરાંત બીજી કેટલીક ફોટોઝમાં કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કે.એલ.રાહુલ, વિજય શંકર સહિતના ટીમના ખિલાડીઓ આરામ કરતા અને રિલેક્સ મૂડમાં જોવા મળ્યા. ફેન્સે પણ આ ટ્વિટ્સના રિપ્લાયમાં મજેદાર ટ્વિટ્સ કર્યા છે. પપોતાના ફેરવિટ ખેલાડીઓને PubG રમતા જોઈને ફેન્સ પણ રોમાંચિત થઈ ગયા છે. આવા જ ફેન્સે લખ્યુ કે, ”વાવ… તમામ ખિલાડીઓ PUBG લવર છે.”