એકવાર ફરી BCCIની થઈ ફજેતી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોસ્ટ કર્યો Video તો બરાબરના ભડક્યા ફેન્સ

શેર કરવા અહીં ક્લિક કરો.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને અધ્યક્ષ સૌરવ ગાંગુલીને થોડા દિવસ પહેલા જ ગુવાહાટીના મેદાનમાં ખરાબ વ્યવસ્થાના કારણે લોકોની ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે વધુ એક વખત બીસીસીઆઈ પર ફેન્સ ભડક્યા છે. આપને જણાવી દઈએ કે આ પહેલા શ્રીલંકા વિરુદ્ધ ગુવાહાટીમાં ટી20 મેચ થવાની હતી. જે વરસાદ કારણે રદ થઈ હતી.વરસાદ બાદ જ્યારે પીચ પરથી કવર હટાવવામાં આવ્યું તો પાણી લીક થઈ રહ્યું હતું. ત્યાર બાદ ગ્રાઉન્ડ સ્ટાફે અલગ-અલગ જુગાડ લગાવ્યા. હેયર ડ્રાયર અને સ્ટીમ આયરનથી પીચ સૂકવવાના વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ટ્વિટર હેન્ડલથી પોસ્ટ કરેલ એક વીડિયોના કારણે એકવાર ફરી બીસીસીઆઈની મુશ્કેલીઓ વધી છે.લગભગ સવારે 8 વાગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ રાજકોટની પીચનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો. જેમાં અમુક વૃદ્ધ મહિલાઓ મેચ માટે પીચ તૈયાર કરી રહ્યા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેટલીક વૃદ્ધ મહિલાઓ બેસીને બ્રશથી પીચ સાફ કરી રહી છે. આજે વનડે સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ વીડિયો વાયરલ થતા જ ભારતીય ક્રિકેટ ફેન્સ જબરદસ્ત રીતે ભડક્યા છે અને બીસીસીઆઈ અને અધ્યક્ષ સૌરવ ગાંગુલીને સોશિયલ મીડિયાના માધ્યમથી સવાલ કરી ઘેરી રહ્યા છે. આપને દઈએ કે સિરીઝની પહેલી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. સિરીઝ જીતવા માટે ભારતે આજની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.