મહેસાણા જીલ્લાના ઉંઝા ખાતે  આવેલ તળાવમાં એક ઇસમે અગમ્ય કારણોસર ઝંપલાવતા એક બીજો યુવાન તેને શોધવા તળાવમાં જતા તે પણ ડુબી જવાનો બનાવ સામે આવ્યો છે.

વધુ વિગત અનુસાર મહેસાણ જીલ્લાના ઊંઝાના ગામ તળાવમાં 2 વ્યક્તિના ડૂબવાથી મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે. છેલ્લા બે દિવસથી ગુમ એક આધેડ તળાવમાં ડૂબી ગયો હોવાનું સામે આવતા સ્થાનિક યુવાને ડુબેલા આધેડને શોધવા માટે તળાવમાં ઝંપલાવતા તેનું પણ તળાવમાં ડુબી જવાથી મોત થયુ છે. જો બે યુવાનોના મોત બાદ સ્થાનિકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા તેમજ સ્થાનિક તરવૈયાઓની ટીમ તળાવ પાસે દોડી આવી હતી. બાદમાં બંને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.