અમીરગઢ તાલુકાનું ઇકબાલગઢ ગામ એક આજુબાજુ ગામડાઓનુું વડુમથક ગણવામાં આવે છે. જેમાં રોજેરોજ આજુબાજુ ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની ઘરવખરી તેમજ પશુપાલન, તેમજ ખેતીનો સામાન ખરીદવા માટે આવે છે. એક બાજુ “કોરોના” નામની બીમારી વિશ્વમાં ફેલાઇ ચૂકી છે તેમજ આ કોરોના નામની બીમારી એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જેના કારણ વિશ્વમાં લાખોની સંખ્યામાં ઘણા લોકો  મૃત્યુ પામ્યા છે. આ બીમારીથી બચવા માટે આપણી સરકાર દ્વારા મોઢા પર માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટનસનો નિયમ લાવવામાં આવ્યો છે. છતા પણ ઘણાં લોકો આવી કોઈ બિમારી ના હોય તેમ ખુલ્લા મોઢે ઈકબાલગઢની બજારમાં પોતાના ટુ વ્હીલર પર મોજ મસ્તી માટે આમતેમ આંટાફેરા કરતા હોય છે. જેથી આજરોજ ઇકબાલગઢ ગામમાં પોલીસ દ્વારા આવા લોકો સામે લાલ આંખ કરવામાં આવી તેમજ મોઢા પર  માસ્કના પહેરનાર લોકો પર સરકારી નિયમ મુજબ ૨૦૦ રૂપિયા લેખે દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેના કારણે મોઢા પર માસ્ક ના પહેરનાર ટુ વ્હીલર ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
અહેવાલ : જયંતિ મેતિયા