આશાપુરી માતાજીનું વર્ષો પુરાનું મંદિર હિંમતનગરના હિંમતપુરમાં બીરાજમાન છે

ગમ્યું તો આગળ શેર કરો.

આશાપુરી માતાજીનું વર્ષો પુરાનું મંદિર હિંમતનગરના હિંમતપુરમાં બીરાજમાન છે અહીંમાં આશાપુરી ભક્તોની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે તો આખડી રાખેલ ભક્ત ક્યારેય પણ નિરાશ થઇને જતો નથી ભક્તો દૂર દૂરથી અહીં આવી માના દર્શન કરે છે.

અમ તો આ મંદિરમાં આશા અને પુરી નામની બે બહેનોની મૂર્તીની સ્થાપના કરવામાં આવી છે અને એના પરથી આ મંદિરનું નામ આશાપુરી મંદિર પડ્યું છે અને તમામ લોકોની આશા પણ અહીં પુરી થાય છે બાજુમાં ગામના બ્રાહ્મણને વર્ષો પહેલા આશાપુરી માતાએ સ્વપ્ન આપ્યું હતું અને ત્યારબાદ એ બ્રાહ્મણે ડોક્ટરનું કામ છોડી દઇને ડુંગરીની ગીરીમાળામાં આવીને નાનકડી હરખડીના ઝાડ નીચે નાનું મંદિર બનાવ્યું.
આશાપુરી માતાજીના ધામમાં ખાસ કરીને જેને સંતાન ન થયું હોય તેવા લોકો, નાના બાળકોની બાધા, પશુઓની બીમારી અને અન્ય માનતાઓ માનવામાં આવે છે અને ખાસ કરીને માતાજી અહીં આવેલ ભક્તોને ક્યારે નિરાશ કરતા નથી આ મંદિરે જે ભક્તે મસ્તક ઝુકાવ્યું છે તેને માતાજીએ પોતાના આશીષ આપ્યા છે માટે એટલે જ દૂર દૂરથી ભક્તો અહીં આવીને માતાજી સમક્ષ મસ્તક ઝુકાવે છે

ગામલોકો અને ખાસ કરીને યુવાન દિકરા દિકરીઓ માતાજી પર અપાર શ્રધ્ધા છે તો સવાર પહેલા યુવાન અને યુવાતીઓમાં આશાપુરીની દર્શન કરીને જ કોઇપણ કાર્યની શરૂઆત કરે છે સવારે પહેલા હિંમતપુર ગામથી એક કિમી દૂર આવેલા માના ધામમાં દર્શન કરવા માટે જાય છે અને ત્યારબાદ જ પોતાના કાર્યની શરૂઆત કરે છે અનેક ભક્તોના ઘરે માના આર્શીવાદથી પારણાં બંધાય છે, તો પશુઓના દુખ દર્દ દૂર થાય છે.
આશાપુરી માતાજીના મંદિરે દર રવીવારે મંગળવારે અને પુનમમાં દિવસે ભક્તોનું ધોળાપુર ઉમટે છે તો આસોની નવરાત્રી અને ચૈત્રની નવરાત્રી ગામલોકો અને ભક્તોએ માનેલ તમામ બાધા આખડી અને માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે તો અહીં ભક્તો માટે પુનમના દિવસે મહાપ્રસાદનું આયોજન પણ કરાય છે તો ભકતો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

ગમ્યું તો આગળ શેર કરો.