આદરણીય અટલજીના અસ્થિકુંભ લઇને પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા

શેર કરવા અહીં ક્લિક કરો.

 

—————-

આદરણીય અટલજીના અસ્થિકુંભ લઇને પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા

—————-

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ શ્રી પરષોત્તમભાઇ રૂપાલા, શ્રી મનસુખભાઇ માંડવીયા, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, સંતો-મહંતો સહિત હજારો કાર્યકરો તથા નગરજનોએ “અટલજી અમર રહો”ના નાદ સાથે એરપોર્ટ પર આદરણીય અટલજીના અસ્થિકળશનું પુજન કરી પૂષ્પાંજલી અર્પણ કરી હતી.

—————-

અસ્થિકૂંભ યાત્રા ખાડિયા-ગોલવાડ ખાતેથી શરુ થતા લોકહદયસમ્રાટ અને રાષ્ટ્રનાયક આદરણીય અટલજીને શ્રધ્ધાસુમન અર્પણ કરવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી

—————-

અસ્થિકૂંભ યાત્રા દરમ્યાન આદરણીય અટલજીના અસ્થિના અંતિમ દર્શન માટે સ્વયંભુ માનવમહેરામણ ઉમટી પડ્યુ હતુ.

—————-

સાબરમતી નદીમાં આદરણીય અટલજીના અસ્થિ વિસર્જન વેળાએ હજારો કાર્યકરોની આંખો ભીની થઇ ગઇ હતી. શોકમય વાતાવરણમાં “અટલજી લોટ કે આના”ના સુત્રો સાથે પ્રજાએ ભાવાંજલિ અર્પી હતી

—————-

અસ્થિકૂંભ યાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયેલ સૌ અટલપ્રેમી નગરજનો તથા કાર્યકરોનો વંદનસઃ ઋણ સ્વીકાર – શ્રી જીતુભાઇ વાઘાણી

—————-

સાબરમતી નદીમાં જ્યાં આદરણીય અટલજીના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા છે તે સ્થળ હવેથી ‘‘અટલ ઘાટ’’ તરીકે ઓળખાશે – શ્રી વિજયભાઇ રૂપાણી

—————-

       આજરોજ ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી વાજપાઇજીના અસ્થિકુંભ દિલ્હી ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ દ્વારા દરેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષને અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીને છ અસ્થિકૂંભ અર્પણ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક અસ્થિકૂંભનું આજરોજ સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ તથા બીજા પાંચ અસ્થિકૂંભનું આગામી ૩૦ ઓગષ્ટ સુધીમાં ગુજરાતની પાંચ પવિત્ર નદીઓમાં વિસર્જન કરવામાં આવશે.

આદરણીય અટલજીના અસ્થિકૂંભ સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી અમદાવાદ એરપોર્ટ પહોચ્યા હતા ત્યારે, સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. “અટલજી અમર રહો”ના નાદ સાથે હજારોની સંખ્યામાં નગરજનો જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ શ્રી પરષોત્તમભાઇ રૂપાલા, શ્રી મનસુખભાઇ માંડવીયા, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને નગરજનોએ એરપોર્ટ પર આદરણીય અટલજીના અસ્થિકળશનું પુજન કરી પૂષ્પાંજલી અર્પણ કરી હતી.

અસ્થિકૂંભ યાત્રા અમદાવાદ મુકામે ભાજપાના પ્રથમ કાર્યાલય ખાડિયા ગોલવાડ ખાતેથી શરૂ થઇ હતી. ગોલવાડના આ ઐતિહાસિક કાર્યાલય સાથે આદરણીય અટલજીની અનેક યાદો જોડાયેલી છે ત્યારે જનસંઘ સમયથી શ્રી અટલજી સાથે કામ કરેલું હોય તેવા અનેક વડિલો પણ ભારે હદયે આ યાત્રામાં જોડાયા હતા અને જુના સંસ્મરણો તાજા કર્યા હતા.

અસ્થિકૂંભ યાત્રા રાયપુર ચકલા – ખમાસા – તિલકબાગ થઇને સાબરમતી રીવરફ્રન્ટ પહોચી હતી. જ્યાં પવિત્ર સાબરમતી નદીમાં આદરણીય અટલજીના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા. અસ્થિકૂંભ યાત્રા દરમ્યાન આદરણીય અટલજીને શ્રધ્ધાસુમન અર્પણ કરવા હજારોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. અસ્થિકૂંભ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ શ્રી પરષોત્તમભાઇ રૂપાલા, શ્રી મનસુખભાઇ માંડવીયા, ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, કેબીનેટ મંત્રીશ્રી કૌશીકભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજા, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીશ્રીઓ, પ્રદેશ પ્રવક્તાશ્રી ભરતભાઇ પંડ્યા, મેયરશ્રી, સંતો-મહંતો સહીત અનેક મહાનુભાવો યાત્રામાં જોડાયા હતા.

અસ્થિકૂંભ યાત્રા ગોલવાડ ખાતેથી શરુ થતા લોકહદયસમ્રાટ અને રાષ્ટ્રનાયક આદરણીય અટલજીને શ્રધ્ધાસુમન અર્પણ કરવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. અસ્થિકૂંભના દર્શન માટે રસ્તાની બંને બાજુ તેમજ અગાશી અને રવેશ પર પણ લોકોની ભીડ જામી હતી. ગોલવાડથી શરુ થયેલી અટલજીની આ અસ્થિકૂંભ યાત્રા રાયપુર ખાતે પસાર થતા નાગરિકો પોતાના ઘરની બારીમાંથી ગુલાબની પાંખડીઓ વર્ષાવીને અટલજીના અસ્થિકળશના સન્માનમાં વધારો કર્યો હતો. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, કાઉન્સીલર્સ તથા નોકરમંડળ દ્વારા અસ્થિકૂંભ યાત્રાને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. યાત્રા દરમ્યાન મુસ્લીમ બિરાદરોએ પણ અસ્થિકૂંભને પુષ્પાંજલી અર્પણ કરી આદરણીય અટલજી પ્રત્યે તેમનો આદરભાવ વ્યક્ત કર્યો હતો. તમામ જ્ઞાતિ-જાતિ,ધર્મ-સંપ્રદાયના હજારો લોકો સ્વયંભુ પોતાના વાહનો સાથે તેમજ પગપાળા આ યાત્રામાં જોડાયા હતા. ગોલવાડ ખાતે અટલજીના જુના સંસ્મરણો તાજા થઇ ગયા હતા.

‘‘અટલજી અમર રહો’’ના નારા સાથે ભાવપૂર્ણ વાતાવરણમાં અસ્થિ કળશ યાત્રા સાબરમતી રીવરફ્રન્ટ ખાતે પહોંચી હતી. જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભારે હૈયે આદરણીય અટલજીના અસ્થિનું પવિત્ર સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ. પોતાના પ્રિયનેતા અટલજીના અસ્થિવિસર્જન કરાતા કાર્યકરોની આંખો ભીની થઇ હતી. સમગ્ર વાતાવરણ શોકમય બન્યુ હતું. જનનાયક અટલજીના અસ્થિના અંતિમ દર્શન માટે સ્વયંભુ માનવમહેરામણ ઉમટી પડ્યો હતો. “અટલજી લોટ કે આના” ના સુત્રો સાથે પ્રજાએ ભાવાંજલિ અર્પી હતી.

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ આદરણીય અટલજીની અસ્થિકૂંભ યાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયેલ સૌ અટલપ્રેમી નગરજનો તથા કાર્યકરોનો વંદનસઃ ઋણ સ્વીકાર કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અસ્થિ વિસર્જન બાદ જણાવ્યુ હતુ કે, સાબરમતી નદીમાં જ્યાં આદરણીય અટલજીના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા છે તે સ્થળનું નામ અટલજીની યાદમાં ‘‘અટલ ઘાટ’’ રાખવામાં આવશે. આદરણીય અટલજી ખરા અર્થમાં એક રાષ્ટ્રનાયક તથા લોકહદયસમ્રાટ હતા. તેઓ સદેહે આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ તેમના જીવનકવન દ્વારા હરહંમેશ આપણને સૌને માર્ગદર્શન મળતું રહેશે. પ્રભુ તેમના દિવ્ય આત્માને મોક્ષગતિ આપે તેવી પ્રાર્થનાસઃ વંદન.

શેર કરવા અહીં ક્લિક કરો.