આજે અખાત્રીજ એટલે વર્ષનું વણજાયુ શ્રેષ્ઠ મુર્હુત

શેર કરવા અહીં ક્લિક કરો.

વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ નું પર્વ ગણવામાં આવે છે. ભારતીય પર્વ પરંપરા અને મુર્હત પ્રધાન સંસ્કૃતિમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિયાનું અનેરૂ આગવુ મહત્વ રહેલુ છે. અખાત્રીજ એ પરમ સુખાકારી મંગળકારી સ્વંય સિધ્ધ સફળતા અર્પે તેવા મંગળમય દિવસ ગણવામાં આવે છે વર્ષનું સૌથી શ્રેષ્ઠ વાગજાયુ મુર્હતનો દિવસ છે જેને લઈ મળી રહી છે તેને લઈ આજેજીલ્લાભરમાં હજારો લગ્નો સહિત શુભ કાર્યોની વણથંભી વણઝાર જાવા મળી રહી છે સમગ્ર જીલ્લામાં લગ્નોત્સવનો ધમધમાટ પુરબહારમાં ખીલી ઉઠ્યો છે.આખાત્રીજનો પર્વ ધરતીપુત્રો માટે પણ મહત્વનો ગણવામાં આવે છે. આ શુભ દિવસે ધરતીપુત્રો ભૂમિનું પુજન કરી નવા વર્ષની ખેતીની તૈયારી કરતા હોય છે વહેલી સવારે શુભ મુર્હતમાં હળોતરા કરવાની વર્ષોની ચાલી આવતી પરંપરા આજે પણ ખેડુતો દ્વારા કરવામાં આવે છે. વર્ષો પહેલા બળદોના સથવારે થતાં હળોતરા આધુનિક યુગમાં ટ્રેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આજના દિવસે બ્રાહ્મણો પરશુરામ જયતિનો પ્રસંગ પણ ઉજવે છે. ગુરૂનું વિશેષ પુજા અર્ચના કરતો હોય છે.વળી આજના દિવસે ઘણા લોકો સોના-ચાંદીની પણ ખરીદી કરતા હોય છે. હિન્દુ-મુર્હત અનુસાર અખાત્રીજ એટલે અક્ષય તૃતિયાનો વર્ષનો શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે ત્યારે આજે અનેક જગ્યાએ લગ્નો સહિત શુભકાર્યોનો ધમધમાટ જાવા મળી રહ્યો છે ત્યારે માંગલિક અને શુભકાર્યો ને લઈ ગોર મહારાજ-બ્રાહ્મણોની ખુબ માંગ જાવા મળી રહી છે આ ઉપરાંત મંડપ કેટરીંગ સહિતની અન્યની માંગ રહેતા અગાઉથી બુકીંગ કરવાની ફરજ પડી છે ત્યારે આજે અખાત્રીજના પર્વને લઈ જીલ્લાભરના લોકોમાં ઉત્સાહ સાથે ઉમંગ જાવા મળી રહ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.