વિષ્ણુ અવતાર એવા પરશુરામ જ્યંતિની દેશ સહિત ગુજરાત ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ પરશુરામ જન્મ જ્યંતિની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જ્યંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડમાં વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા, જેમાં મોડાસા ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજયન કરાયું હતું. વહેલી સવારે ઓધારી મંદિરના મેદાનમાં પરશુરામ દાદાની 108 દિવાની મહા આરતીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભુદેવો ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લી જિલ્લામાં પરશુરામ જ્યંતિની ભવ્ય ઉજવણી, મોડાસા અને બાયડમાં ભવ્ય શોભાયાત્રાપરશુરામ દાદાની મહા આરતી બાદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.ઓધારી મંદિરથી શોભાયાત્રા નિકળી મોડાસાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. પરશુરામ યુવા ગ્રુપ મોડાસા દ્વારા આયોજિત પરશુરામ જ્યંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા. શોભાયાત્રામાં યુવાઓ, બાળકો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંદાજે ૨૦૦ બાઈક તેમજ ૭૦૦ ભુદેવોનો કાફલો શોભાયાત્રાનું આકર્ષણ બન્યા બતા.