અમીરગઢ તાલુકાના કાળી માટી પાટિયા પાસે કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. કોરોનાની દહેશત વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની પણ વણઝાર લાગી છે. અવાર નવાર અકસ્માતો થતા હોય છે. ફોર લેન હોવા છતો પણ વાહન ચાલકો બે ફામ પણે વાહનો ચલાવતા હોવાથી ક્યારેક મોટા વાહનો સાથે અકસ્માત થાય લોકોના મૃત્યુ પણ થતા જોવા મળે છે. ત્યારે આજરોજ આબુરોડથી અમદાવાદ તરફ જતી કારના ચાલકને પણ અકસ્માત નડ્યો હતો. સૂત્રોના માધ્યમથી જાણવા મળ્યા મુજબ આ કારમાં બે યુવાનો આબુરોડ થી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. પરંતુ ઇકબાલગઢ નજીક આવેલ કાળી માટી પાટિયા પાસે નેશનલ હાઇવે પર કાર ચાલક પોતાનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેનાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો અને અચાનક અકસ્માત થતા અન્ય વાહન ચાલકો પણ પોતાનું વાહન ઉભુ રાખી કાર ચાલકની મદદ માટે દોડી ગયા હતા. પરંતુ કહેવત છે ને રામ રાખે તેણે કોણ ચાખે તેવી રીતે આ યુવાનો ને સામાન્ય ઈજાઓ થતા બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે મોટી જાન હાની ટળી હતી. જો કે બનાવ સ્થળ પર થોડી વાર પૂરતી ટ્રાફિક સમસ્યા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવના પગલે અમીરગઢ પોલીસ તેમજ એલ.એન.ટી.ની ગાડી આવી પહોંચી હતી અને ઇજગ્રસ્ત યુવાનોને ઘટના સ્થળ પરથી ખસેડી નજીક ના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

 

અહેવાલ : જયંતિ મેતિયા

Contribute Your Support by Sharing this News: