“અચ્છે દિન”..?, પેટ્રોલના ભાવમાં ભડકો, મોંઘવારીથી લોકોનું બજેટ ખોરવાયું

શેર કરવા અહીં ક્લિક કરો.

પેટ્રોલ ડીઝલમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. દેશમાં પેટ્રોલ મુંબઇમાં સૌથી મોંઘું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પ્રમાણે સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 76.57 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ 67.82 રૂપિયા પ્રતિ લીટર વેચવામાં આવશે. કલકત્તામાં પેટ્રોલ 76.57 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 67.82 રૂપિયા પ્રતિ લીટર વેચવામાં આવશે. કલકત્તામાં પેટ્રોલ 79.24 રૂપિયા લીટર, મુંબઇમાં 84.40 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઇમાં 79.47 રૂપિયા લીટર વેચાઇ રહ્યું છે.
સાર્વજનિક પેટ્રોલિયમ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ચાર સપ્તાહથી વધી રહેલા ભાવનો બોજ ગ્રાહકો પર નાંખવાનો નિર્ણય કર્યો છે. જો કે કર્ણાટક ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત 4 સપ્તાહ સુધી કોઇ ફેરફાર કરવામાં આવ્યો નહતો.
આ ઉપરાંત ગુજરાત રાજ્યાના અમદાવાદ શહેરમાં પેટ્રોલની કિંમત 73.98 રૂપિયાએ પહોંચી છે. જ્યારે ડીઝલના ભાવમાં 26 પૈસાનો વધારો થયો છે. જેની સાથે અમદાવાદમાં ડીઝલનો ભાવ 70.93 રૂપિયાએ પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અન ડીઝલની કિંમતમાં થઈ રહેલા વધારાના કારણે લોકોનું બજેટ ખોરવાયું છે. ત્યારે ટૂંક સમયમાં જ હજુ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભડકો થવાની સંભાવના છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતો 80 ડૉલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી જતાં આ સમસ્યા વધુ વિકટ બની છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે હાલમાં ભારતની જીડીપી લગભગ 156.59 લાખ કરોડ રૂપિયા છે. જે 21 રાજ્યોમાં ભાજપ અથવા તેના ગઠબંધનની સરકાર સત્તામાં આવી છે તેમનો દેશની કુલ જીડીપીમાં લગભગ 62.06 ટકા હિસ્સો છે. તેમાં સૌથી વધારે યોગદાન મહારાષ્ટ્રનું 14.29 ટકા છે. છતાં પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો પેટ્રોલ-ડિઝલ પરના ટેક્સ ઘટાડી દેશમાં વધતી જતી મોંઘવારીને નાથવાનો કોઇ ઉપાય વિચારતી નથી એને ફક્ત આંતરરાષ્ટ્રિય બજારમાં કાચા તેલની વધતી કિંમતના કારણે સરકાર ચિંતિત છે. આવા ખોખલા નિવેદનો કરી લોકોને ભરમાવવાના પ્રયત્નો કરી કહી છે, 2014ની ચૂંટણીમાં અચ્છે દિન આયેંગેનો નારો આપી સત્તા પ્રાપ્ત કરનાર પ્રધાનમંત્રી મોદી પણ ક્યાંય મોંધવારી મુદ્દે બોલવા તૈયાર નથી અને ફક્ત ગાંધી-નહેરૂ પરિવાર અને કોંગ્રેસના ભ્રષ્ટારચારનું ગાણું ગાવામાં પડ્યા છે ત્યારે દેશના લોકોને એમા ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેની ચિંતા કરવી જરૂરી છે

SHARE

Facebook
Twitter
શેર કરવા અહીં ક્લિક કરો.